" वो सात दिन" દશરથ પંચાલ
"वो सात दिन"
લેખક : દશરથ પંચાલ
સને ૨૦૦૨ નો માર્ચ મહિનો. ગોધરાકાંડને હજી માંડ વીસેક દિવસ થયા છે. સાંજના ચાર વાગે પાકિસ્તાની બોર્ડર પાસે ગુજરાતના છેવાડાના સુઈગામના ચારણ-ગઢવીનો, જેની મૂછનો દોરો ફુટવાની તૈયારી કરી રહ્યો છે, પોતાનાં માબાપની આંખોના રતન સમાન એક નો એક દીકરો ગામેગામ ફરી રજપુતોને પોરસ ચડાવી પેટિયું રળતા ઘરડા બાપનું નામ ઊજળું કરવા 12 સાયન્સ પ્રવાહની પરીક્ષા આપવા અમદાવાદમાં પ્રથમવાર ડગ માંડતો ઈસ્કોન મંદિરથી સેટેલાઈટ રોડ પર ચાલતો જઈ રહ્યો છે. અમદાવાદમાં પોતાનું કોઈ સગુંવહાલું કે ઓળખીતું પારખીતું ન હોવાથી પોતાનું પરીક્ષા કેન્દ્ર શોધીને રાતવાસો ક્યાં કરવો એવી ચિંતાના ભાવ પોતાના ચહેરા પર છુપાવીને ચાલ્યા આવતા એ યુવાનની વિમાસણ મહેમાનોને 'આવજો' કહેવા દરવાજા સુધી આવેલા મારાથી અછાની ન રહી શકી.
ઘટના એવી બની હતી કે, ભણીને સારી નોકરી મેળવી પોતાનાં ગરીબ અને ઘરડાં માબાપનો વિસામો બનવાનાં સપનાં સેવતો શિવરાજ સાણંદમાં બક્ષીપંચના છાત્રાલયમાં વિનામૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા મેળવી અભ્યાસ કરતો હતો. હાયરસેકન્ડરી બોર્ડની પરીક્ષા ટાણે જ ગોધરાકાંડના છાંટા સાણંદ લગી પહોંચ્યા અને તેને કારણે સાણંદનું પરીક્ષા કેન્દ્ર કેન્સલ કરી અમદાવાદમાં અન્ય શાળાઓમાં એના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની વ્યવસ્થા શિક્ષણખાતા દ્વારા ગોઠવવામાં આવી હતી.
પરીક્ષાના એકાદ મહિના અગાઉ વાંચન માટે શાળામાંથી રજા મળી તેથી શિવરાજ પોતાના ગામ ગયેલો. આવતીકાલે પરીક્ષા શરૂ થવાની હોવાથી તે બપોરે સાણંદ આવ્યો ત્યારે જ ખબર પડી કે તેનું પરીક્ષા કેન્દ્ર અમદાવાદ ખસેડવામાં આવ્યું છે! પોતે સાણંદમાં અભ્યાસ કરતો હોવા છતાં એક પણ વખત અમદાવાદ આવ્યો ન હતો. આજે પહેલીવાર અમદાવાદ આવ્યો હતો.
એના ચહેરાના ભાવ મારામાં વસેલા ભગવાને વાંચ્યા ને એને હું એને મારા નિવાસસ્થાને લઈ આવ્યો. બેસાડીને પાણી પીવડાવ્યું. થોડી વાર પછી મેં એને પૂછ્યું, 'તું શહેરથી અજાણ લાગે છે, તારે ક્યાં જવું છે?'
' સાહેબ, મારા જેવા સાવ અજાણ્યાને ઘરે લાવીને આપે પાણી આપ્યું તેથી અડધી હતાશા દૂર થઈ ગઈ છે. સાણંદનું પરીક્ષા કેન્દ્ર અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યું હોવાથી સેટેલાઈટ રોડ પર આવેલી આશિષ સ્કૂલમાં મારો બેઠક નંબર આવ્યો છે, તે શોધતો હતો, આપે મને પાણી આપ્યું એ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું... ' કહેતાં તે ગળગળો બની ગયો.
મેં કહ્યું કે, 'આશિષ સ્કૂલ મારા ઘરની પાછળ જ છે. તને અમારા ચોકીદારભાઈ બતાવવા આવે છે.'
હું કાંઈ આગળ બોલું તે પહેલાં તો તેણે ઊભા થઈ રજા માગી. મેં કહ્યું કે,'મારી વાત હજુ પૂરી નથી થઈ, તારી રહેવાની વ્યવસ્થા ક્યાંય થઈ છે?'
'ના. અહીં અમારું કોઈ સગુંવહાલું નથી, પણ હું રાતે તમારી દિવાલ બહાર લાઈટના થાંભલા નીચે બેસીને વાંચીશ અને ઊંઘ આવશે એટલે ત્યાં જ સુઈ જઈશ!' એણે જવાબ આપ્યો.
મેં કહ્યું, 'મારા બંને દીકરાઓ કોલેજની પરીક્ષાની તૈયારી કરે છે, એમની સાથે જ સ્ટડીરૂમમાં તારી વાંચવાની અને સુવાની વ્યવસ્થા થઈ જશે. તું પરીક્ષા આપે ત્યાં સુધી તારે અમારી સાથે જ જમવાનું છે!'
'ના સાહેબ, મારાથી તમને એટલી બધી અગવડ ન અપાય. હું તો સીંગચણા ખાઈને સાત દિવસ પસાર કરી લઈશ.' એણે અમને અગવડતામાં ન મૂકાવું પડે તે માટે આજીજી કરી. પણ મારી પાસે એનું કશું ન ચાલ્યું. તે અમારા પરિવારના સભ્ય રૂપે અમારી સાથે જ રહ્યો.
શિવરાજે રાતદિવસ મહેનત કરી પરીક્ષા સારી રીતે પસાર કરી. એ સાત દિવસમાં શિવરાજ અમારી સાથે ભળી ગયો હતો. પરીક્ષા પૂરી થયા પછી તેણે પોતાના ગામ જવા રજા માગી. સાત દરમિયાન એની સાથે વાતો કરતાં એના પરિવારની ભયંકર ગરીબી હું જાણી શક્યો હતો.
રહેવા જમવાની વ્યવસ્થા સાણંદ છાત્રાલય ખાતે હોવાથી શિવરાજની માતાએ કોઈની પાસેથી, જવા આવવાના બસ ભાડા જેટલી રકમ ઉછીની લાવી આપી હતી. મેં એને બસભાડા માટે પૈસા બળજબરીપૂર્વક તેના ખિસ્સામાં મૂક્યા એટલે તેના ગળા સુધી આવીને અટકેલું રૂદન મુક્ત થઈ અશ્રુધારે વહી રહ્યું. ભારે હૈયે તેણે અમારી વિદાય લીધી.
શિવરાજની ઈચ્છા વનવિભાગનાં અભયારણ્યમાં જોડાવાની હતી અને તેના પ્રવેશ માટે સારા ટકાએ પરીક્ષા પાસ કરવી પડે. શિવરાજની મહેચ્છા ફળી. એ સારા ટકા સાથે પાસ થયો ને વાપી ખાતેની કોલેજમાં ફ્રી સીટમાં એડમિશન પણ મળી ગયું. મારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી વાપીના છાત્રાલયના રેક્ટર તરીકે ફરજ બજાવતો હતો, ત્યાં રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ. ચાર વરસ તો શિવરાજને ક્યાં વીત્યાં તેની ખબર જ ન પડી. આ દરમિયાન મારા અને શિવરાજનો સંબંધ ફોન વડે વધુ ગાઢ બન્યો.
એક દિવસ શિવરાજનો ફોન આવ્યો : 'સાહેબ, આપની હુંફથી મને ધારેલી મારી મંઝિલ મને પ્રાપ્ત થઈ છે. મારી નિમણૂક કચ્છ જિલ્લામાં નલિયા પાસેના ચિંકારા અભયારણ્યમાં મુખ્ય અધિકારી તરીકે થઈ છે.'
એક નાનકડી હુંફથી અડગ મનોબળ ધરાવતો શિવરાજ સતત પ્રગતિ કરતો રહ્યો. તે આજે કલાસવન અધિકારી છે.
એનાં લગ્નમાં મારી હાજરી માટે એનો ઘણો આગ્રહ હોવા છતાં મને ફેફસાંમાં સર્જરી કરાવી હોવાથી શિવરાજની ઈચ્છા અધુરી રહી. આટલાં વર્ષો પછી પણ શિવરાજે માણેલા અમારા સાત દિવસનાં આતિથ્યને પોતાની કેરિયરનો પાયો ગણાવતાં ગર્વ અનુભવે છે અને શિવરાજનો એ ગર્વ મારા માટે સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે.

No comments