"સૂતર ની આંટી"
"સૂતરની આંટી"
લેખક : દશરથ પંચાલ
સૂતરની આંટી નથી થાવું,
કાંતણહાર મારે આંટી નથી થાવું!
કાળાં કામો કરી, ઉજળા દેખાતા
બગલાની ડોકે નથી ટીંગાવું,
કાંતણહાર મારે આંટી નથી થાવું!
ગાંધીજીએ મને ગૌરવ બક્ષ્યું,
શુદ્ધ કર્મીઓના સન્માનનું પ્રતીક બનાવી!
પણ હવે,
ચારા કૌભાંડીની ડોકે વળગી,
ટુ જી કૌભાંડીની ડોકે વળગી,
કોલ કૌભાંડીની ડોકે વળગી,
આસારામોની ડોકે વળગી,
હવે નથી મારે લજવાવું રે
કાંતણહાર મારે આંટી નથી થાવું!
લેખક : દશરથ પંચાલ
સૂતરની આંટી નથી થાવું,
કાંતણહાર મારે આંટી નથી થાવું!
કાળાં કામો કરી, ઉજળા દેખાતા
બગલાની ડોકે નથી ટીંગાવું,
કાંતણહાર મારે આંટી નથી થાવું!
ગાંધીજીએ મને ગૌરવ બક્ષ્યું,
શુદ્ધ કર્મીઓના સન્માનનું પ્રતીક બનાવી!
પણ હવે,
ચારા કૌભાંડીની ડોકે વળગી,
ટુ જી કૌભાંડીની ડોકે વળગી,
કોલ કૌભાંડીની ડોકે વળગી,
આસારામોની ડોકે વળગી,
હવે નથી મારે લજવાવું રે
કાંતણહાર મારે આંટી નથી થાવું!
No comments