three columns

Breaking News

"યાદી મા આપનું નામ છે?"( ભગવાન ને ચાહનારા ભક્તો ની યાદી )

"યાદીમાં આપનું નામ છે?" 
સંકલન : દશરથ પંચાલ 
એક સદગૃહસ્થના ઘરમાં એક રાતે નારદજીએ પ્રવેશ કર્યો. નારદજીના હાથમાં  કાગળ અને કલમ હતાં. તેઓ કોઈક યાદી ની ચકાસણી કરી રહ્યા હતા. સફેદ વસ્ત્રોમાં સજ્જ નારદજીના પ્રવેશથી પેલા સદગૃહસ્થનો ઓરડો ઝળહળી ઊઠ્યો. 
અચાનક પેલા સદગૃહસ્થની આંખ ઉઘડી અને આખા ઓરડામાં રેલાયેલા પ્રકાશપુંજથી આશ્ચર્યચકિત થઈ તેમણે આમતેમ જોયું તો નારદજી પોતાની પાસેની યાદીનાં પાન ફેરવી રહ્યા હતા. 
સદગૃહસ્થે પથારીમાંથી બેઠા થઈ, નારદજીને પ્રણામ કરી પૂછ્યું : 'મહર્ષિ, આપ શું તપાસી રહ્યા છો?' 
'હું ભગવાનને ચાહનારા ભક્તોની તેમજ ભગવાનના ભક્તોને ચાહનારની યાદીમાં લખેલાં નામની ચકાસણી કરૂં છું!' નારદજીએ યાદીનાં પાન ફેરવતાં ફેરવતાં જવાબ આપ્યો. 
સદગૃહસ્થે પોતાનું નામ એ યાદીમાં સામેલ છે કે નહીં, અને હોય તો ક્યા ક્રમે છે તે જણાવવા નારદજીને વિનંતી કરી. 
નારદજી ભગવાનને ચાહનારની આખી યાદી જોઈ વળ્યા, પણ પેલા સદગૃહસ્થનું નામ ક્યાંય દેખાયું નહીં! એટલે નારદજીએ પેલા સદગૃહસ્થને આશ્ચર્ય સાથે કહ્યું કે, 'આ યાદીમાં આપનું નામ ક્યાંય દેખાતું નથી!' 
પેલા સદગૃહસ્થે નારદજીને ફરીથી વિનંતી કરતાં ભગવાનના ભક્તોને ચાહનારની યાદી તપાસવા કહ્યું. નારદજીએ ભગવાનના ભક્તોને ચાહનારની યાદી જોઈ તો નારદજીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! 
પેલા સદગૃહસ્થનું નામ ભગવાનના ભક્તોને ચાહનારની યાદીમાં સૌથી પહેલું હતું!!! 
મિત્રો, આપનું નામ એ યાદીમાં સામેલ છે કે નહીં, તેની ચકાસણી કરી લેજો!

No comments