【"સીંગચણા"】◆ દશરથ પંચાલ◆
"સીંગચણા"
લેખક : દશરથ પંચાલ
સને ૧૯૬૬-૬૭ ની સાલ હતી. એ વખતે હું આઠમા ધોરણમાં મારા મોસાળ દસાડાથી માંડલની હાઈસ્કૂલમાં બસમાં અપ-ડાઉન કરીને ભણતો હતો. એક વખત એસ. ટી. બસનો પાસ કઢાવવા હું વિરમગામ ગયેલો. પાસ કઢાવી પાછા વળતાં અમદાવાદ - રાધનપુરની બસ પ્લેટફોર્મ પર ઊભી હતી તેમાં હું ચડ્યો ને સામે જ ત્રણની સીટમાં વચ્ચેની જગ્યા ખાલી હતી, તેમાં ગોઠવાઈ ગયો.
મારી બાજુમાં બારી પાસે મેલાંઘેલાં કપડાં પહેરેલા એક કાકા પોતાની થેલીમાંથી બધાંને સીંગચણા આપતા હતા, મને પણ તેમણે સીંગચણા આપ્યા. મેં સીંગચણા લેતાં તો લઈ લીધા, પણ તરત મારી બાની શિખામણ યાદ આવી: 'અજાણ્યા કોઈ કશું આપે તો લેવાનું નહીં અને ખાવાનું નહીં!'
પણ મેં તો અજાણ્યા કાકાએ આપેલા સીંગચણા લઇ લીધા હતા! હવે? મેં વિચાર્યું : 'આ કાકાની નજર ચૂકવીને સીંગચણા બારીએથી ફેંકી દઉં.....' એટલે મેં એ કાકાને મને બારી પાસે બેસવા દેવા વિનંતી કરી. કાકાએ મને પ્રેમથી બારી પાસેની જગ્યા ખાલી કરી આપી ને તેઓ વચ્ચેની જગ્યામાં બેસી ગયા. હું બારી પાસે બેસી કાકાની નજર ચૂકવી સીંગચણા બારી બહાર ફેંકી દેવાની વેતરણમાં હતો, પણ એ કાકાની નજર મારી ચોકી કરતી હતી!
એ કાકાએ મને હળવે રહીને પૂછ્યું : 'તું સીંગચણા કેમ ખાતો નથી?'
અને મારી બાએ મારી નવ વર્ષની વયે બહારગામ ભણવા જતાં મને વળાવતી વખતે આપેલી શિખામણ મેં એ કાકાને કહી સંભળાવી.
કાકાએ મારા મનનું સમાધાન કરવા કહ્યું : 'ભલા માણસ, મારા દીદાર તો જો! તેમને બધાંને કંઈક કરીને હું લઈ જાઉં તો તમને બધાંને ખવડાવું શું?.....' ને કોઈ અજ્ઞાત વિશ્વાસે હું એ સીંગચણા ખાવા લાગ્યો. આ દરમિયાન એ કાકાએ મારી પાસેથી ઘરની તેમ જ મારા અભ્યાસની તમામ વિગતો મેળવી લીધી હતી.
મારે ઉતરવાનું સ્ટેશન બે કિલોમીટર દૂર હતું ત્યારે મને ખબર પડી કે, મને સીંગચણા આપનાર કાકા રવિશંકર મહારાજ પોતે હતા! ને હું એમની સોડમાં બેઠો હતો!
મેં ક્ષોભ સાથે વંદન કરીને કહ્યું : 'દાદા! તમારો ફોટો અમારી સ્કૂલમાં છે, પણ તેમાં તો તમે અલગ જ દેખાઓ છો! અને મારા મનમાં એવી માન્યતા છે કે, જેમનો સ્વર્ગવાસ થયો હોય તેમના જ ફોટા મૂકવામાં આવતા હશે, તેથી આપને હું ઓળખી ન શક્યો!'
મારા બાળમાનસ દ્વારા રજુ કરવામાં આવેલા ખુલાસાથી સૌ હસી પડ્યા!
રવિશંકરદાદા મને કહે: 'અત્યારે બનાસકાંઠાનાં ગામડાંઓમાં કૂવા અને બોર બનાવવાનું કામ ચાલે છે અને અમે તો ધૂળધોયા માણસ, પીવાના પાણીના સાંસા હોય ત્યાં કપડાં ધોવાની શી વાત કરવી? એટલે અમારા વેશ તો આવા જ હોય ને!'
હું રવિશંકરદાદાની સોડમાં બેઠો હતો, એ ક્ષણો મારા જીવનને ધન્ય બનાવી ગઈ! કદાચ એ પારસસ્પર્શે જ હું સમાજસેવામાં જોતરાયો હોઈશ, એવું મને લાગે છે. રવિશંકરદાદાના સંસર્ગથી મેં ધન્યતા અનુભવી. વિરમગામથી દસાડા સુધી બસમાં રવિશંકરદાદાની સોડનો સહવાસ મારા જીવનને ઉન્નત બનાવી ગયો, તેથી હું મારી જાતને મહાભાગ્યશાળી લેખું છું. કદાચ, આવનારી પેઢી માટે આવા પ્રસંગો અલભ્ય હશે!

No comments