three columns

Breaking News

"ગિરનાર બીમાર થઈ ગયો છે" લોજીકલ અધુરી


લગભગ એકાદ મહિના પેલા ગિરનાર માં આંટા મારવા ગયો હતો.. બર્ડ વોચિંગ નો થોડોક શોખ છે અને નવરા નાથા દૂરબીન લઈ ને ચાલતા થયા..પેલા ગયા જટાશંકર ત્યાં ના પૂજારી સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તે એરિયામાં "ગિરનારી-ગીધ" જોવા મળે છે એટલે હરખપદુદા થઈ ને નીકળી ગયા આગળ.. અને જે મોટો પાણો કેવાય છે એ ગિરનાર ની સૌથી ઉંચી ટૂંક ની નીચે પોચી ગયા.. હું દર વખતે ગિરનાર સ્વચ્છતા અભિયાન માં વોલન્ટિયર તરીકે જાવ છું એટલે એનું આઈકાર્ડ બતાવું એટલે મને જવા દયે.. મારા એક મિત્ર ત્યાં ફોરેસ્ટ વિભાગ માં છે અને ત્યાં પરમિશન લઈ ને જવું પડે કેમકે જટાશંકરથી આગળ વન્યવિસ્તાર ચાલુ થઈ જાય છે એટલે અમે આ ભાઈ ને પણ સાથે લઈ ગયા હતા એમને થોડીક થોડીક ખબર હતી કે આ પક્ષીઓ ક્યાં મળશે.. અમે તો ત્યાં ડેરો નાખ્યો.. અને ત્યાં લગભગ 7 માળા દેખાણા (ખબર નઈ સમડીના હતા કે વલ્ચરના !) બોવ ઊંચે પાણાં ની અડી ઉપર માળા બનાવેલા હતા.. અને ગીધ બોવ ઊંચાઈ ઉપર માળો બનાવે.. લાગ્યું કે આજે તો વલ્ચર ના દર્શન થઈ જ જશે.. પણ 4 કલાક ની રાહ જોઈ તો પણ એકેય માળા માં ગીધ ના દેખાણું.. રાહ જોતા જોતા બપોરથી સાંજ પડી ગઈ.. છતાં એકે ય પક્ષી નો જોવા મળ્યું ખાલી કાગડા દેખાણા.. નીરાશ થઈ ને પાછા ઘરે વ્યા ગયા..
પણ મનમાં કીડો ઘરી ગયો તો એટલે બીજા દિવસે પાછા ઉપડ્યા.. આ વખતે બીજી જગ્યા એ ગયા ત્યાં જટાશંકર નું ઝરણું જ્યાં થી નીકળે છે એ જગ્યા એ ગયા.. ત્યાં જોયું તો ઝરણાં માં બધે ય પ્લાસ્ટિક ની બોટલું, શેમ્પુ ની પડીકીઓ, કપડાં , ચપ્પલ આવો બધો કચરો હતો ..!! ચોમાંસા દરમિયાન જટાશંકર ઝરણાં માં બોવ પાણી હોય છે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણ બની જાય છે.. ઘણા લોકો મોજ મજા કરવા આવે અને ત્યાં પાણીમાં નાવા પડે ,શેમ્પુ ની પડીકીઓ અને સાબુ વાપરે અને પાણીને કેમિકલ યુક્ત કરી નાખે. નાનો હતો ત્યારે સ્કુલવારા આ જગ્યા એ ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે લાવ્યા હતા ત્યારે ઝરણું આજ ના કરતા ડબલ પોહળુ અને ઊંડું હતું અને માછલીયુ અને કરચલા ની ભરમાર હતી.. પણ આ વખતે પાણી માં ખાલી દેડકા ના બચચા જ દેખાણા.!! ત્યારે કલકલીયા પણ જોયા હતા એ પણ ના દેખાણા..!! આ બધું માણસો ના કારનામા.. કાંઈ નઈ તો ત્યાં.. ઝરણાં નું પાણી કેમિકલવાળું કરી નાખ્યું એમાં ઝરણાં પર નભતી બધી જાતના જીવો ને અશર થઈ ગઈ છે.. વન્યવિસ્તાર જેવું કાંઈ લાગતું જ નહોતું એકેય વન્યપ્રાણી નઈ.. અરે વાંદરા પણ એ એરિયા માં ના દેખાણા.. પછી ત્યાં થી એ પ્લાસ્ટિક ની બોટલો અને પ્લાસ્ટિક નો કચરો કાઢી ને એક કોથરા માં ભરી લીધો.. આ બીજી જગ્યા એ તો એકેય માળા પણ ના દેખાયા.. ત્યાં અમે રોકાયા નઈ કેમકે ઝરણાં ની હાલત જોઈ ને જ દેખાઈ આવે એમ હતું કે આયા કાંઈ નઈ હોય.. એટલે તરત જ ત્યાંથી કચરો કાઢી ને નીકળી ગયા..
પછી ગિરનાર ના જુના રસ્તે ચાલી ને રસ્તામાં "શેષાવન "અને "સિતાવન" નામની બે જગ્યા આવે ત્યાં રેહતા બાપુ ને મળ્યા.. મારા મિત્ર ને વારે ઘડીએ આ રસ્તે આવા-જવાનું હોવાથી બાપુ સાથે ઓળખાણ હતી એટલે ચાલ્યુ એ બાપુ એ પ્રેમ થી ચા બનાવી ને પીવડાવી.. ત્યારે બાપુ એ કીધું કે આ ગિરનારી ને કૈક થઈ ગયું છે સત ઘટતું જાય છે.. એ બાપુ ની જુપડીએ રોજ સાંજે વાંદરા આવે અને બાપુ એક થેલી માં રોજ તળેટી થી રોકડીયા બિસ્કીટ લાવે અને વાંદરાવ ને ખવડાવે.. તો વાત વાત માં એ બાપુ એ કહ્યું કે "એક વાર એક વાંદરો આવ્યો હતો એના હાથ માં કોકે ટાઈટ રીતે દોરી બાંધેલી હતી અને હાથ ની એક આંગળી કપાઈ ગયેલી હતી..હોઈ ના હોય આ ત્યાં આવતા પ્રવાસીઓ નું જ કામ હશે.." પેલા બાપુ બધા ને આશરો આપતા પણ લોકો પ્રકૃતિ ને નુકશાન પોહચાડતાં હોવાથી એ હવે પોતાની જુપડી નો દરવાજો બંધ રાખે છે.. હજી એમને ત્યાં ગોદડાં થી મંડી ને ઓશિકા બધું જ પડ્યું છે.. પણ બાપુ અમને ઓળખતા હોવાથી અમને રાત રોકાવાનો આગ્રહ કર્યો .. અને કીધૂ કે અહીં નજીક જ એક દીપડા એ બે ત્રણ દિવસ પેહલા મારણ કર્યું છે ત્યાં તમને ગીધ દેખાઈ જશે..કાલે તમે ત્યાં જજો..
.. નીંદર તો આવે એમ નોહતી એટલે તાપણું કરી ને બેઠા હતા.. ત્યારે બાપુ એ એક વાત કહી કે " બચ્ચાં મારા થી પણ એક પાપ થયેલું છે.. પેલા મારા આ ઘરની સામે જે આંબલી છે ત્યાં 3-4 ઘુવડ રેહતા.. અને એક વાર મેં બે માણસો ને આશરો આપેલો અને એ લોકો એ એમાંથી બે ઘુવડ ને પકડી ને મારી નાખ્યા.. કેમ કે એવી અંધશ્રદ્ધા છે કે ઘુવડ ની નળી ગળા માં પહેરે તો કોઈ ની નજર ના લાગે... મેં આશ્રય આપેલા લોકો એ આવું પાપ કર્યું મને પણ ભાગીદાર બનાવ્યો.. રોજ આ રસ્તે થી હજારો લોકો ગિરનાર ચડે છે અને પ્લાસ્ટિક ની કોથળીઓ માં ખાવાની વસ્તુ ફેંકી ને ચાલ્યા જાય છે અને જે ખાઈ ને આ વિસ્તાર ના હરણ અને વાંદરા મરે છે.. આ રસ્તો જ બંધ કરાવી નાખવો છે.. દર અઠવાડિયે અમે બધા મારા આશ્રમ ના લોકો આજુ બાજુ નો વિસ્તાર સાફ કરીએ છીએ..પણ હવે દિવસે ને દિવસે માણસો વધારે કચરો ફેંકતા જાય છે " એ બાપુ એ આખી રાત આવા કિસ્સા સંભળાવ્યા અને ક્યાંક ને ક્યાંક એમની વાતો માં વેદના હતી.. સવારે ચા પી ને બાપુ પાસે થી રજા લીધી અને દીપડા એ મારણ કર્યું હતું એ જગ્યા એ ગયા.. પણ કમનસીબે એ મારણ સાવ ખવાઈ ચૂક્યું હતું.. અને એક પણ જીવ ના દેખાણો..
અને હકીકત પણ આવી જ વહરી છે.. દર વર્ષે લીલી પરિક્રમા દરમિયાન લાખો લોકો ગિરનાર ની પરિક્રમા કરે છે અને લાખો ટન કચરો કરે છે.. મારે ગમે તેવું કામ હોય તો પણ .. દર વખતે દેવદિવાળી ના દિવસે હું ત્યાં ઉભો ઉભો બધા ને કાપડ અને કાગળ ની ઠેલીયુ આપતો રહી જાવ છું.. અને લોકો સમજતા નથી.. ઘણા સાથે લડાઈ કરું છે કે તમે પ્લાસ્ટિક નો કચરો ના કરતા પણ છતાં લોકો વાતની અવગણના કરી નાખે છે.. પરિક્રમા પુરી થાય ત્યારે કચરો જોઈ ને થાય કે આ લોકો ને પર્યાવરણ ની કાંઈ પડી જ નથી.. આમ ને આમ ચાલતું રહેશે તો એ દિવસ દૂર નથી જયારે ગિરનાર ખાલી એક પાણો બની ને રહી જશે.. જીવ વિનાનો પાણો..

No comments