"આજની યુવાની" દશરથ પંચાલ
"આજની યુવાની"
લેખક : દશરથ પંચાલ
દેશદાઝ હૈયે ભરનારી કાલની યુવાની!
રાષ્ટ્રવિકાસના ધોરી સમી કાલની યુવાની!
સમરાંગણના સાદે મરી ફીટનારી કાલની યુવાની!
ક્યાં ખોવાઈ એ ગઈ કાલની યુવાની?
આજની મોટા ભાગની યુવાનીનું દર્શન :
તમાકુ ગલોફે ભરાવી તોતડી ભાષા બોલતી યુવાની!
ખૂણેખાંચરે પાનની પિચકારી મારતી યુવાની!
આખો દા'ડો બાઈક પર ઘૂમતી ફરતી યુવાની!
પાનના ગલ્લે સમય વેડફી પાયમાલ થતી યુવાની!
કોલેજ પાસે કેન્ટીનમાં બેસી સેટિંગ કરતી યુવાની!
બાપના પૈસે લહેર કરતી-કરાવતી યુવાની!
છોકરીઓ પાછળ છાકટી બની ભમતી યુવાની!
મોડી રાત સુધી પાર્ટીમાં રાચતી યુવાની!
માબાપને ઉઠાં ભણાવી 'જુનવાણી' કહેતી યુવાની!
પત્ની પડખે ઊભા રહીને જનનીને કોસતી યુવાની!
દારૂ સેવનથી માયકાંગલી બની રહેલી યુવાની!
માવતરને વૃદ્ધાશ્રમમાં હડસેલતી યુવાની!
વાતવાતમાં તલવાર તાણતી યુવાની!
આદર્શો ભૂલી પશ્ચિમી વાયરે વાતી યુવાની!
શોર્ટકટથી શહેનશાહ બનવાનાં સમણાં જોતી યુવાની!
કસરત ભૂલી સતત ઈન્ટરનેટ સેવતી યુવાની!
વાત વાતમાં ટેન્શનમાં ફરતી યુવાની!
ખબર નહીં કેમ, પાયમાલ થઈ રહી છે યુવાની!
No comments